Publisher Theme
I’m a gamer, always have been.

ગાડીચાલકે મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો; બાઈક પર સવાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા

0 316

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

થરાદ-ધાનેરા હાઇવે પર ધાનેરા બાજુથી આવતી પૂરઝડપે ગાડીચાલકે મોટરસાયકલને અડફેટે લેતાં રોડની સાઈડમાં પડતાં મોટરસાયકલ પર સવાર લોકોને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.

બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં અકસ્માતના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે થરાદ પંથકમાં ગાડીચાલકો પણ બેફામ રીતે હંકારી પોતાની મોજ ખાતર લોકોને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે થરાદ-ધાનેરા હાઇવે પર બાઇકચાલકને સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લેતાં બે વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ થરાદ ધાનેરા હાઇવે રાયડા મિલ પાસે ધાનેરા બાજુથી પૂરઝડપે આવી રહેલી સ્કોર્પિયો ગાડીના ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. મોટરસાયકલને રોડની સાઈડમાં ફંગોળી દિધું હતું. સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે થરાદની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સ્કોર્પિયો ગાડીના ચાલકની બેદરકારીને લીધે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.