Publisher Theme
I’m a gamer, always have been.

તાલુકા સંઘમાં 10400 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું

0 80

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના વિવિધ ગામડાઓમાંથી સરકાર દ્વારા ખરીદવામાં આવતા ટેકાના ભાવે રાયડો વેચવા માટે આવતા સંઘના ગોડાઉન આગળ 300 થી વધુ ટ્રેક્ટરોની લગભગ 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. સંઘમાં 10400 ખેડૂતોએ રાયડો વેચવા રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

વિવિધ ગામડાઓમાંથી સરકાર દ્વારા ખરીદવામાં આવતા ટેકાના ભાવે રાયડો વેચવા માટે આવતા સંઘના ગોડાઉન આગળ 300 થી વધુ ટ્રેક્ટરોની લગભગ 1 કિલોમીટર સુધી લાંબી લાઈન લાગી હતી. જ્યાં રાજ્યના ગુજકોમાસોલ દ્વારા ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટાઓ લગાવી રાયડાની ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ સંઘને પૂરતી માત્રામાં રાયડો ભરવાના બારદાન ના મળવાથી ખરીદીમાં વિલંબ થાય છે .આ વખતે ખુલ્લા માર્કેટમાં રાયડાના ભાવ નથી મળી રહ્યા અને સામે ટેકાના ભાવમાં ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે જેથી ખેડૂતો ટેકાના ભાવે રાયડો વેચવા માટે આતુર છે. તાલુકામાં 10,400 ખેડૂતોએ ટેકાના ભાવે રાયડો વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.