Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના એટા ગામે વાડામાં આગ લાગતાં 6 પશુનાં મોત, 9 દાઝ્યા

0 64

રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરા તાલુકાના એટા ગામમાં પશુપાલકનાં ખેતરમાં મંગળવારે બપોરે અગમ્ય કારણોસર પશુઓના વાડામાં આગ લાગી હતી. વાડામાં આગ લાગતા 6 પશુઓના મોત નિપજ્યા હતા.જ્યારે 9 પશુઓ દાઝી ગયા હતા.

એટા ગામે રહેતા ખેડૂત ચોપાભાઈ જેહાભાઈ ચૌધરી બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં પરિવાર સાથે ખેતરમાં નિંદામણ કરી રહ્યા હતા. ત્યારે ખેતરમાં ઘાસ અને લાકડા વડે બનાવેલા પશુઓના વાડામા કોઈ અગમ્ય કારણોસર આગ લાગતા પશુપાલક સહિત આજુબાજુથી દોડી આવેલા લોકો દ્વારા પાણી છાંટી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતું ત્યાં સુધીમાં પશુ બાંધેલું છાપરું બળીને ખાખ થઈ ગયું હતું.અને છાપરામાં બાંધેલા 22 પશુઓમાંથી 6 પશુઓના દાઝી જવાથી મોત થયાં હતાં.જ્યારે 9 પશુઓ ઓછા દાઝ્યા હતા.જેમને પશુ ડોકટરો દ્વારા સારવાર આપવામા આવી હતી .તાલુકા વિકાસ અધિકારી,પોલીસ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ડોકટરો સહિત બનાસ ડેરીના ડોકટરો ઘટના સ્થળે પોહચી પોલીસ દ્વારા પંચનામુ કરવામાં આવ્યું હતું.
અચાનક લાગેલી આગમાં પશુઓના મોતથી પશુપાલકને ભારે નુકસાન થવા પામ્યું હતું. તાલુકા વિકાસ અધિકારીએ તથા બનાસ ડેરીના સુપરવાઇઝરે જણાવ્યુ હતું કે,બને તેટલી સહાય આપવા અમો પ્રયત્ન કરીશું.

Leave A Reply

Your email address will not be published.