Publisher Theme
I’m a gamer, always have been.

રેખાબેન ચૌધરીએ ધાનેરાના થાવરથી સૌને અપીલ કરતાં કહ્યું- ’16 તારીખે હું ઉમેદવારી નોંધાવીશ, તમે બધા પાલનપુર આવજો

0 144

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાના થાવર ગામમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો સાથે કાર્યકર્તાઓ અને ગામ લોકો જોડાયા હતા. રેખાબેનના કાર્યક્રમ દરમિયાન રેખાબેન ચૌધરીએ 16 એપ્રિલના ફોર્મ ભરવા પાલનપુર ખાતે મોટી સંખ્યામાં હાજર રહેવા સૌને વિનંતી કરી છે.

આ અંગે લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે, મોદી સાહેબ પ્રત્યે જનતાનો જે પ્રેમ છે, એમના પરથી મને ચોક્કસ વિશ્વાસ છે. આપણે પાટીલ સાહેબનું જે લક્ષ છે 5 લા થી વધુ લીડનું એ જરૂરથી પૂરું કરીશુ. બનાસકાંઠા વતી કમળ જરૂરથી અર્પણ કરીશુ. આપ સૌને વિનંતી છે કે ફોર્મ ભરવાની તારીખ નક્કી થઈ ગઈ છે. આવતા મંગળવારે 16 એપ્રિલના આપ સૌના સાથ અને સહકારથી હું ભારતીય જનતા પાર્ટીના લોકસભા ઉમેદવારી ભરવાની છુ. આપ સૌને હુ વિનંતી કરું છું કે આપ સૌ આશીર્વાદ આપવા જાહેર સભામાં રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહો એવી વિનંતી કરૂ છું.

Leave A Reply

Your email address will not be published.