ધાનેરાના ધરણોધર પાસે બે બાઈક વચ્ચે જોરદાર ટક્કર, બે યુવકોના મોત, બેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા
રિપોર્ટર પોપટ દરજી ધાનેરા
ધાનેરાના ધરણોધર પાસે બે બાઈક સામે સામે અથડાતા બે યુવનોના મોત થયા હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેથી તે બન્નેને સ્થાનિકો દ્વારા સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી આવી આગળની તપાસ હાથ ધરી હતી. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત્ત રહ્યો છે. ત્યારે ધાનેરાના ધરણોધર પાસે બે બાઈકો સામસામે અથડાઈ હતી. જેથી ભયંકર અકસ્માત થયો હતો. જેમાં બેયુવકોના મોત થયા હતા. જ્યારે બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ધરણોધર પાસે બે બાઈક વચ્ચે સામ સામે ટક્કર થઈ હતી. અકસ્માત થતા સ્થાનિક લોકો દ્વારા પોલીસની જાણ કરતા ધાનેરા પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા. જોકે, અકસ્માત દરમિયાન બે યુવકોના મોત થયા હતા. જ્યારે અન્ય બે યુવકો ગંભીર હોવાના કારણે ધાનેરાની રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. મળતી માહિતી મુજબ મરનાર યુવક એક ભાટીબ તેમજ બીજો યુવક શેરગઢનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ધાનેરા પોલીસે સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે.
