Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકામાં રસ્તે રખડતા-રઝળતા આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે

0 243

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકામાં રસ્તે રખડતા-રઝળતા આખલાઓનો ત્રાસ વધી રહ્યો છે. શનિવારે આખલાએ ચાર જેટલા વાહનોને નુકસાન કર્યું હતું. જ્યારે ધાનેરાના નેનાવા રોડ પર સોમવારે આખલાનું યુદ્ધ થતાં નેનાવા હાઇવે રોડ ઉપર ચાલતી કારને નુકસાન કર્યું હતું. જ્યારે ધાનેરાથી નેનાવા અને થરાદ હાઇવે ઉપર ખોરાક અને પાણીની શોધમાં રસ્તે રખડતા પશુઓ અવાર-નવાર અકસ્માત સર્જી રહ્યા છે. નેનાવા હાઇવે ઉપર હોસ્પિટલમાંથી આવતા પરિવારની ચાલતી ગાડી સાથે આખલો ટકરાતા કારને ભારે નુકસાન થયું હતું. જો કે કારમાં સવાર લોકોનો જીવ બચી ગયો હતો. આ બન્ને ઘટનાના વિડિયો વાઇરલ થયા છે. આમ પાલિકા દ્વારા આખલાઓને પકડવાની કાર્યવાહી હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.

Leave A Reply

Your email address will not be published.