જિલ્લા પંચાયતશિક્ષણ સમિતિ આહવા ડાંગ.પ્રેરિત નકટીયાહનવત કેન્દ્ર શાળા દ્વારા આયોજિત વાર્ષિક શૈક્ષણિક સમેલન.
રિપોર્ટર નરેન્દ્ર પવાર ડાંગ
ડાંગ જિલ્લા ના સુબીર તાલુકા માં પ્રાથમિક કેન્દ્ર શાળા નકટીયાહનવત ખાતે વાર્ષિક શૈક્ષણિક સમેલન નું આયોજન કરવા માં આયવું. આ સમેલન માં બાળકો માં રહેલ સુસુભ શક્તિઓ બહાર આવે એ માટે ધોરણ.1-2 વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા નું આયોજન કરવા માં આયવું આ સ્પર્ધા માં કુલ 11 પ્રાથમિક શાળા ના વિધાર્થીઓએ ભાગ લીધો હતો.
આ વાર્ષિક સમેલન માં ધોરણ 1-5 અને ધોરણ 6-8 ના બાળકો એ મનોરંજન સ્પર્ધા.નાટક,નૃત્ય,રાસ -ગરબો, અભિનયગીત માં ભાગ લીધો હતો. નિભંધ લેખન અને સુલેખન સ્પર્ધા નું આયોજન કરવા માં આયવું.
આ વાર્ષિક સમેલન માં પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે ડાંગ જિલ્લા સદસ્ય શ્રી. વિજય ભાઈ ચૌધરી.તાલુકા સદસ્ય શ્રી.દેવરામભાઈ ગવળી, માજી જિલ્લા સદસ્ય શ્રી. સોમનાથભાઈ ભોંયે,માજી તાલુકા સદસ્ય શ્રી રોહિદાશભાઈ ગાયકવાડ, માજી સરપંચશ્રી પ્રવીણદેસાઈ અને માજી ઉપ. સરપંચ શ્રી યોગેશ પવાર અને યુવા મોરચા. વિશાલ ગાયકવાડ કેન્દ્ર શાળા નકટીયાહનવત ના કેન્દ્ર શિક્ષક આચાર્ય. સુનિલભાઈ અને જુદું જુદી પ્રાથમિકશાળા ના આચાર્ય તેમજ નકટીયા હનવત ગ્રુપ ગ્રામ પંચાયત ના ગ્રામજનો વડીલો અને આગેવાનો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહનરૂપે રોકડ પુરસ્કાર જાહેર કર્યું હતું.
આ વાર્ષિક સમેલન માં નકટીયા હનવત કેન્દ્ર ના કુલ 11 પ્રાથમિક શાળા ના બાળકો એ ભાગ લીધો હતો આ ધોરણ.1-5 અને 6-8 ના બાળકોએ કૃતિ રજૂ કરી તેમાં નિર્ણાયક દ્વારા ધોરણ 1-2 માં પ્રથમક્રમ પ્રા. શાળા વાહુટિયા,બીજાક્રમે, પ્રા શાળા બરડીપાડા, ત્રીજાક્રમે પ્રા શાળા કાટીસ અને ધોરણ 1-5 માં મનોરંજન માં પ્રથમક્રમ પ્રા.શાળા.બિબુપાડા અને બીજાક્રમે પ્રા શાળા.બરડીપાડા, ત્રીજા ક્રમે પ્રા શાળા.બદીનાગાવઠા ધોરણ 6-8 કૃતિઓ માં પ્રથમક્રમેં આયવા હતા.પ્રા.શાળા નકટીયાહનવત અને દ્વિતીયક્રમે આયવા પ્રા. શાળા.માળગા અને ત્રીજા ક્રમે પ્રા. શાળા વાહુટ્યા આ તમામ કૃતિઓ ને મુખ્ય મહેમાન શ્રીઓ અને ગ્રામજનોઅને આગેવાનો દ્વારા તમામ કૃતિઓ ને રોકડ પુરસ્કાર 53000 રોકડ પુરસ્કાર ભેગા થયા હતા. આ પુરસ્કાર તમામ કૃતિઓને આ રોકડ પુરસ્કાર આપવા માં આયવું. આ સંમેલન માં બાળકો માં સુસુભશક્તિ ને જોય ગ્રામજનો ગામના આગેવાનો માં આનંદ છવાયો હતો બાળકો માં અનેરી ખુશી છવાય હતી.
