Publisher Theme
I’m a gamer, always have been.

6 નગરપાલિકાના 600 કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો

0 149

રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા

નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નોને લઈને 12 થી 23 માર્ચ સુધી અલગ અલગ કાર્યક્રમો જાહેર કર્યા હતા.મંગળવારે બનાસકાંઠામાં નગરપાલિકાના 600 કર્મચારીઓએ સવારથી જ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો હતો.અને ગુરુવારે સરકારની અન્યાયકારી નીતિઓ વિરુદ્ધ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપશે.તથા 23 માર્ચે સીએલ મૂકી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાંજોડાશે.

અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ રવિન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે,ગુજરાતમાં જૂની પેન્શન યોજના સહિતના વણ ઉકેલાયેલાં પ્રશ્ન હલ કરવાને લઇને કર્મચારીઓએ સરકાર સામે મોરચો માંડયો છે. મંગળવારે બનાસકાંઠાની 6 નગરપાલિકાના 600 કર્મચારીઓએ સવારથી જ કાળી પટ્ટી ધારણ કરી નોકરી પર ફરજ બજાવી હતી.અને ગુરુવારે સરકારની અન્યાયકારી નીતિઓ વિરુદ્ધ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપશે.તથા 23 માર્ચે સીએલ મૂકી સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમમાં જોડાશે.પડતર માંગણી અને સરકારની અન્યાયકારી નીતિઓ વિરુદ્ધ ગુરુવારે આવેદન આપશે

Leave A Reply

Your email address will not be published.