રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકા નેનાવા ચેકપોસ્ટ થી પોલીસે ટ્રકમાં પૂંઠાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપ્યો હતો. દારૂ અને ટ્રક મળી કુલ રૂપિયા 6.67 લાખનો મુદ્દામાલ કબજે લઈ એક શખ્સની અટકાયત કરી હતી. ધાનેરા પોલીસે નેનાવા ચેક પોસ્ટથી પસાર થતી ટ્રક નંબર યુ.પી. 15. એફ.ટી. 8890 ઉભી રખાવી તલાસી લીધી હતી. જેમાં પૂંઠાની આડમાં ભરેલો રૂપિયા 1,55,088ની વિદેશી દારૂની બોટલ નંગ 1464 મળી આવી હતી. રૂપિયા 5 લાખની ટ્રક, રૂપિયા 3000નો મોબાઈલ, રૂપિયા 9550ના બોક્ષ મળી કુલ રૂપિયા 6,67,638નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. અને રાજસ્થાનના બાડમેર તાલુકાના જીતાણીયો કી ઢાણીનો ચેતન રામ ચોલારામ જાટને ઝડપી લીધો હતો. તેમજ દારૂ ભરાવનાર સોડિયાનો હરીશ ચેતનરામ જાટ, બાછડાઉનો લાખારામ જાણી, લક્ષ્મણભાઈ ચેનારામ જાટ સામે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.