રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરામાં સાધુ-સંતો તથા ગૌભક્તો બુધવારે ભેગા મળી લાલચોકમાં સભા કરી રેલી કાઢી ધાનેરા મામલતદારને ગૌમાતાને રાષ્ટ્રમાતા તરીકે જાહેર કરવા આવેદનપત્ર આપ્યું હતું. ગૌ માતા એજ રાષ્ટ્ર માતા હિમાચલ વિધાનસભાએ ઠરાવ કર્યો છે.
શાસક અને વિપક્ષના ધારાસભ્યોએ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા સહમતી દાખવી દેશભરમાં ગૌમાતાના નામે રાજનીતિ ચાલી રહી છે. ત્યારે હિમાચલ પ્રદેશનીવિધાનસભાએ ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો પ્રસ્તાવ મુકયો છે. આ પ્રસ્તાવને કેન્દ્ર સરકારમાં મોકલવામાં આવ્યો છે. આની પહેલા ઉત્તરાખંડે પણ આ જ વર્ષના સપ્ટેમ્બર માસમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો પ્રસ્તાવ મુકયો હતો. તો આ બાબતે રાજ્ય નહીં પરંતુ પુરારાષ્ટ્ર અને વિશ્વલેવલે ગાય માતાને રાષ્ટ્રમાતા તરીકે ઘોષીત કરવા આંદોલન છેડવામાં આવ્યું છે. દેશભરમાં અનેકવિધ પશુઓ છે. ત્યારે ગૌમાતાની તુલના લોકો એક માતા તરીકે કરે છે અને તેને પૂજે છે.
ગૌમાતામાં ત્રેત્રીસ કરોડ દેવતાંનો વાસ હોય છે. ત્યારે ગૌમાતાનું મહત્વ માત્ર હિન્દુ સમાજ જ નહીં પણ મુસ્લીમ સમાજ પણ ધરાવે છે. કહેવાય છે કે, કુરાનમાં ગૌમાંસ વર્જીય ગણાય છે. એટલે કે, વિધાનસભામાં જયારે ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષીત કરવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હવે પુરા ભારતમાં રાષ્ટ્ર માતા તરીકે ગાયને ઘોષીત કરાય તેવી ગૌ ભક્તો અને સંતો-મહંતોની માંગ છે.
ત્યારે ધાનેરામાં બુધવારે લાલચોકમાં ગૌમાતાને રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવામાં આવે તે અનુંસંધાને ધાનેરામાં સંતો-મહંતો દ્વારા ગૌમાતાને કેમ રાષ્ટ્ર માતા તરીકે જાહેર કરવી એ બાબતે લોકોને સંબોધન કર્યું હતું તેમજ ગૌભક્ત દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગૌભક્તો તેમજ સંત-મહંતો હાજર રહ્યા હતા.