Publisher Theme
I’m a gamer, always have been.

ચેક રિટર્ન કેસમાં પાંથાવાડાના શખસને એક વર્ષની સજા

0 206

પોપટલાલ દરજી

પાંથાવાડા ગામના અરવિંદભાઈ પોપટલાલ નાઇ પોતે ફાઇનાન્સનો ધંધો કરતા હોઇ પૈસા રોકવાથી સારું વળતર મળશે તેવી લાલચ આપી ગામના હસમુખભાઈ તગાજી દરજી પાસેથી ₹12,00,000 રૂપિયા લીધા હતા. ત્યારબાદ હસમુખભાઇને પૈસાની જરૂરત પડતા અરવિંદભાઈ નાઇ પાસે પૈસા પરત માંગતા હોઇ તેમને ચેક લખી આપ્યો હતો. તે ચેક હસમુખભાઇએ બેંકમાં નાખતાં ચેક રિટર્ન થઇ પરત ફર્યો હતો. જેથી હસમુખભાઇએ આ અંગે દાંતીવાડાની કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ શનિવારે દાંતીવાડાની કોર્ટમાં ચાલી જતાં હસમુખભાઇના એડવોકેટ બી.સી.બારોટની દલીલોને ગ્રાહ્ય રાખી જજ સતીશકુમાર બી.ચૌહાણએ આરોપી અરવિંદ પોપટલાલ નાઇને એક વર્ષની સજા તથા 19 લાખ 10 હજારનો દંડ ફટકાર્યો હતો.

Leave A Reply

Your email address will not be published.