Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના મામાજી ગોળિયા શાળાના બાળકોને પથ્થર સાથેના ઘઉંની વાનગી પીરસાતાં રોષ

0 66

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરાના થાવર ગામ નજીક આવેલી મામાજી ગોળિયા પ્રાથમિક શાળામાં બાળકોને પીરસાતાં મધ્યાહન ભોજનમાં માટી આવતાં બાળકોએ વાલીઓને વાત કરતાં વાલીઓમાં રોષ ફેલાયો હતો. અને શનિવારે વાલીઓ શાળામાં દોડી આવી મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલ ઘઉંના જથ્થાની તપાસકરતાં ખાઇ ના શકાય તેવો કાળી માટીની કાંકરી અને અન્ય અખાધ્ય ચીજવસ્તુઓથી ભરેલો હતો. આમ વાલીઓ અને ગ્રામજનોએ મધ્યાહન ભોજનના સંચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ મામલે સ્થાનિક ગ્રામજનો શનિવારે શાળાએ પહોંચી મધ્યાહન ભોજન કેન્દ્રમાં પડેલ જથ્થાની ચકાસણી કરતા ઘઉં તેમજ ચોખાનો જથ્થો ખાઇ ના શકાય તેવા ભેળસેળ સાથે મળી આવ્યો હતો. સ્થાનિક મધ્યાહન ભોજનનાં સંચાલક અને ધાનેરા મધ્યાહન ભોજન વિભાગની બેદરકારી અહી સાબિત થાય છે. નાં તો સંચાલકએ ઘઉંના જથ્થા બાબતે જાણ કરી કે ના શાળાના આચાર્યએ અને આજ રીતે બિન ખોરાકી ઘઉં બાળકોને આપી બાળકોના આરોગ્ય સાથે ખીલવાડ કરાઇ રહ્યો છે.મામાજી ગોળિયામાં મોટાભાગે આદિવાસી સમાજના બાળકો અભ્યાસ કરે છે. જે બાળકોના માતા-પિતા શ્રમિક છે. આવા વિસ્તારમાં વધુને વધુ બાળકો મધ્યાહન ભોજનનો લાભ લેતા હોય છે. મામાજી ગોળિયા શાળામાં બાળકોને પીરસાતી વાનગીમાં માટી આવી રહી છે. ઘઉં ખાવાલાયક નથી લાગતા હોવાની મારી પાસે કોઇ જાણકારી નથી. આ અંગે શાળામાં તપાસ કરીને આગળની કાર્યવાહી કરાશે.’ : જયેશભાઈ (મધ્યાહન ભોજન નાયબ મામલતદાર) રજૂઆત કરવા છતાં કોઇ પગલાં ન લેવાયા શાળાના આચાર્યએ વર્ષ 2022 માં મધ્યાહન ભોજનના સંચાલક બાળકોને સૂકો નાસ્તો આપતાં હતા. મધ્યાહન ભોજનના મેનુ પ્રમાણે જમવાનું આપતા ન હતા. આ અંગે શાળાના આચાર્યએ મધ્યાહન ભોજન સંચાલક વિરુદ્ધ રજૂઆત કરી છતાં તંત્ર દ્વારા અત્યાર સુધી કોઇ પગલાં લેવામાં આવ્યા નથી.

Leave A Reply

Your email address will not be published.