રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
અમદાવાદનાં નેનુંરામ આશ્રમમા સેવા કરતા વેપારી છેલ્લા 5 વર્ષથી ધાનેરા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળામા અભ્યાસ કરતા બાળકો કે જેઓની આર્થિક પરિસ્થિતિ નબળી છે અને તેમની જોડે ગરમ સ્વેટર નથી તેવા બાળકોને ગરમ સ્વેટર આપે છે. ત્યારે શુક્રવારે ધાનેરા તાલુકાની 5 પ્રાથમિક શાળાના 700 બાળકોને રંગબેરંગી સ્વેટરની ભેટ દાતા દ્વાર મળતા બાળકો હરખાઈ ઉઠ્યા છે