રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
ધાનેરા તાલુકાના રૂણી ગામે આવેલ લવગાબા વિદ્યાલયની આગળ પાણીના સમ્પ બનાવવામાં આવ્યો છે. આ સમ્પ હાલમાં ખાલી જ પડ્યો છે. આ સમ્પના બન્ને તરફનાં ઢાંકણા પણ ન હોવાના કારણે બાજુમાં આવેલ શાળાના બાળકો આ સમ્પની બાજુમાં જ રમતા હોય છે. જેથી ક્યારેક મસ્તીમાં ને મસ્તીમાં આ સમ્પ ઉપર ઢાંકણ ન હોવાના કારણે ક્યારેક આ કોઇ બાળક સમ્પમાં પડીને અકસ્માત થાય તે પહેલા પંચાયત દ્વારા તેના ઉપર ઢાંકણા ફીટ કરવા જોઇએ