રિપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના થાવર નજીક મંગળવારે સવારે બેફામ ડમ્પર ચાલકે વીજવાયરોને નુકસાન પહોચાડ્યું હતુ. તેમજ નેશનલ હાઇવે ઉપર રેતી ઢોળીને ફરાર થઇ ગયો હતો. વહેલી સવારે બનેલી ઘટના વખતે લોકોની અવર- જવર ન હોઇ મોટી દુર્ઘટના બનતાં બચી ગઇ હતી.
ધાનેરા તાલુકાના થાવર ગામ નજીક નેનાવા નેશનલ હાઇવે રોડ પર મંગળવારે વહેલી સવારે એક ડમ્પર ચાલકે ડમ્પરનો પાછળનો ભાગ ઉંચો કરી દેતાં ઉપર પસાર થતી વીજલાઇનને નુકસાન થયું હતુ. તેમજ ડમ્પરની રેતી પણ નેશનલ હાઇવે ઉપર નાંખી ફરાર થઇ ગયો હતો. સવારનો સમય હોવાના કારણે મોટી જાનહાની થતી અટકી હતી.