Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ તાલુકા ના ધારપુર ગામ માં ગાયો પકડવા ગ્રામજનો એ અભિયાન ચલાવ્યું

0 104

રિપોર્ટર ઈકબાલસા એમ ફકીર બૌદ્ધિક ભારત ન્યુઝ પાટણ

પાટણ તાલુકા ના ધારપુર ગામ માં ગાયો પકડવા ગ્રામજનો એ અભિયાન ચલાવ્યું હતું સ્થાનિક લોકો અને પંચાયત દ્વારા રખડતી ગાયો ને પકડવામાં આવી હતી અને ઢોર ડબામાં પુરવામાં આવી હતી ત્યારે ગૌ માતા ને ટાઈમ સર ઘાસચારો અને પૂરતા પ્રમાણ માં પાણી મળી રહે તેવા શુભ આશય થી ગ્રામજનો દ્વારા
૨૩/૦૯/૨૦૨૩ ના રોજ ઓઢવા ગામ ના વિનુંભાઈ ચૌધરીની ગાડીમાં ખલીપુર સરસ્વતી નદીમાં ધારપુર મુકામે થી પકડેલી રખડતી ગાયો ને મુકવા જતા હતા તે સમયે પાટણ રોકડીયા ગેટ પાસે કેટલાક ઈસમોએ આવી ગાડી વાળા વિનુભાઈને માર મારી લુંટફાટ કરી ગાયો ને છોડાવી ને લઈ ગયા હતા . જે બાબતની ફરીયાદ વિનુભાઈ ચોધરીએ આપી હતી. જે ફરીયાદની તપાસ હાલ પાટણ “એ” ડીવીઝનમાં ચાલી રહી છે. આ થયેલી ફરીયાદના કામે સમાધાન કરાવવા નું દબાણ કરવા એ ડિવિઝન ના પી.આઈ. પરમાર ધ્વારા ગામના આગેવાન માણસોને ધમકીઓ આપવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો આવેદન પત્ર માં કરવામાં આવ્યા હતા, અને પટેલ મિતલભાઈ અમૃતભાઈ અને વિષ્ણુભાઈ રણછોડભાઈને ખોટા કેસમાં સંડોવી દેવાની તથા પટ્ટાથી માર મારવાની ધમકીઓ આપી ગાળાગાળી કરી હોવાના આક્ષેપો પણ આવેદન પત્ર માં કરવામાં આવ્યા છે. તથા વિષ્ણુભાઈ રણછોડભાઈના ધરે તા. ૨૯/૦૯/૨૦૨૩ ના રોજ બપોરે તેમના ઘરે આવીને તેમની માતા મેનીબેનને પણ એ ડિવિઝન પી.આઈ એ ધમકીઓ આપી હોવાનો ઉલ્લેખ પણ આવેદન પત્ર માં કર્યો છે. તથા ગામના આગેવાન વ્યકિતઓને અલગ અલગ બોલાવી કેસ પરત ખેંચવા ધમકીઓ અપાતા પી.આઈ.વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આજરોજ પાટણના જાગૃત ધારાસભ્ય કિરીટભાઈ પટેલને સાથે રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને ગ્રામજનો ગયા હતા અને તાત્કાલિક અસરથી ફરિયાદમાં આપેલા આરોપીઓને પોલીસ પકડી પાડે તેવી માંગની સાથે ગ્રામજનો સાથે કરાતા અસભય વર્તન અને ધમકીઓ બાબતે ગ્રામજનોને યોગ્ય ન્યાય આપવામાં આવે તેવી ધારાસભ્ય એ માગ કરી હતી તો પીઆઇ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકને પણ આવેદનપત્ર આપી ગ્રામજનોએ માંગ કરી હતી તો ધારપુર ગામમાં તલાટી કમ વહીવટદાર છેલ્લા ઘણા સમયથી આવતા ન હોવાથી ગ્રામજનોને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે તે સંદર્ભે પણ તાલુકા પંચાયત કચેરી ખાતે ગ્રામજનો દ્વારા રજૂઆત કરી પ્રમાણિક અને સારા તલાટી કમ વહીવટદારની નિમણૂક ધારપુર ખાતે કરવામાં આવે તેવી ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે માંગ કરી હતી તો પાટણના ધારાસભ્ય એ પણ ટીડીઓ ને ટેલીફોનિક જાણ કરી ધારપુર ખાતે સારા અને પ્રમાણિક તલાટીની નિમણૂક કરવામાં આવે તેવી ભલામણ કરી હતી તો આ પ્રસંગે ધારપુર ગામના હસમુખભાઈ પટેલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા ગ્રામજનોને ખોટી રીતે ફસાઈ દેવાની ધમકી અપાતા પોલીસ અધિક્ષકને લેખિતમાં આવેદનપત્ર આપી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.