રીપોટર ઇકબાલ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ
રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા બે દિવસીય પ્રાયોગિક શૈક્ષણિક વર્કશોપ યોજાયો હતો રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ટીચ કાર્યક્રમ અંતર્ગત તારીખ 23 અને 24 ના રોજ રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી અને સિપલા કંપનીના સહયોગથી રોટરી ભવન ખેતરવસી ખાતે સંપૂર્ણ બે દિવસનો માધ્યમિક ઉચ્ચતર અને પ્રાથમિક વિભાગના શિક્ષકો તથા બી.એડ. તાલીમાર્થીઓ માટે નવા અભ્યાસક્રમ અંતર્ગત પ્રાયોગિક કાર્ય, ઇનોવેટિવ કાર્ય ઉપરાંત પ્રવૃત્તિલક્ષી શિક્ષણ વર્ગખંડમાં કેવી રીતે કરાવી શકાય તે વિષયોને સાંકળીને આ પ્રાયોગિક શૈક્ષણિક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બે દિવસના વર્કશોપ કાર્યક્રમમાં સમગ્ર પાટણ જિલ્લામાંથી જુદી જુદી સરકારી ,ગ્રાન્ટેડ ,સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ ઉપરાંત બીએડના તાલીમાર્થી મિત્રોએ ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. આ વર્કશોપ માં કુલ 50 શિક્ષકો તથા તાલીમાર્થીઓએ ભારે ઉત્સાહથી ભાગ લઈને પોતાના વિષય વસ્તુને વધુ સરળ અને રોચક રસાળ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ સમગ્ર વર્કશોપ માં તજજ્ઞ તરીકે એલિસ સાજુ ફિલિપે પોતાનું ખૂબ હળવી શૈલીથી પ્રાયોગિક શૈક્ષણિક કાર્ય કરાવ્યુ હતું અને સમગ્ર વર્ગનું સંચાલન જ્યોતિબેન પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતું. આ બે દિવસના વર્કશોપ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ પાટણના પ્રમુખ રો. ઝુઝારસિંહ સોઢા, મંત્રી રો. વિનોદભાઈ સુથાર ,પ્રોજેક્ટ ચેર. રો . ધનરાજભાઇ ઠક્કર અને ક્લબ ટ્રેનર રો.બાબુભાઈ પ્રજાપતિ, ઉપરાંત મોટી સંખ્યામાં રોટરી મિત્રો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તમામ જિલ્લાના શિક્ષકો માટે સમગ્ર આયોજન રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા કરવામાં આવ્યુ હતું.
