Publisher Theme
I’m a gamer, always have been.

પાટણના ચાઈનીઝ ફાસ્ટ ફૂડની લારી ધરાવતા વેપારીની મનોકામના પરિપૂર્ણ થતાં આંખે પાટા બાંધી અંબાજી તરફ પ્રયાણ કર્યું..

0 117

રીપોટર ઇકબાલ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

શ્રદ્ધા અને ભક્તિ સાથે જગત જનની જગદંબા માં અનન્ય શ્રદ્ધા ધરાવતા માય ભક્તો ભાદરવી પૂનમના મહા મેળામાં અંબાજી તરફ જવા પ્રયાણ થયા છે ત્યારે પાટણ શહેરના પગવાળા દરવાજા ખાતે ચાઈનીઝ ની લારી ધરાવતા વેપારીએ પોતાની મનોકામના સિદ્ધ થતા માં અંબાના સાનિધ્યમાં પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા પાટણથી પોતાના મિત્રના સહારે આંખે પાટા બાંધીને પ્રસ્થાન પામ્યા છે. આંખે પાટા બાંધીને પાટણ થી અંબાજી પદયાત્રાએ નીકળેલા માય ભક્ત ભાવિકભાઈએ જણાવ્યું હતું કે શ્રદ્ધા ભક્તિ સાથે માતાજી સન્મુખ કરેલી આજીજી માતાજી અવશ્ય પરિપૂર્ણ કરે છે મારી મનોકામના આજે સિદ્ધ થતા મારા મિત્રના સહારે આંખે પાટા બાંધીને માં અંબા ના સાનિધ્યમાં શીશ ઝૂકાવવા માટે નીકળ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Leave A Reply

Your email address will not be published.