રિપોર્ટર પોપટ લાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં ભારત વિકાસ પરિષદના સદસ્ય અને હેલ્થ કેર વિભાગના સંયોજક ડો. લાખાભાઈ પ્રજાપતિએ તેમની દીકરી હેતલના જન્મદિવસે થાવર ગામની રાણાજી ગોળિયા પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 ના બાળકોને ભોજન આપ્યું હતું. સાથે સાથે બાયસેગ સિસ્ટમ સાથે 40 ઇંચનું સ્માર્ટ ટીવી તથા dish tv શાળાને ભેટ આપવામાં આવ્યા હતા. પરિષદના સદસ્યો દ્વારા રાણાજી ગોળીયા પ્રાથમિક શાળાના ભૂમિદાતા હીરાજી રાણાજી ઠાકોરનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.