Publisher Theme
I’m a gamer, always have been.

દુનાવાડા વાંસા રોડ ઉપર એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલક ઘવાયો…

0 112

રિપોર્ટર ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

પાટણના દુનાવાડા- વાસા માગૅ પર ઉગી નિકળેલા ગાંડા બાવળ ના કારણે બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત સજૉતા બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થતાં પાટણ ની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી હકીકત મુજબ પાટણના દુનાવાડા ગામના રમેશજી કરશનજી ઠાકોર પોતાનું બાઈક લઈને દુનાવાડા તરફ જઈ રહ્યા હતા તે સમયે માગૅ પરના વળાંક માં ઉગી નિકળેલ ગાંડા બાવળ ના કારણે સામે થઈ આવતી પાટણ ડેપોની પાટણ- વાસા વાયા કાતરા ની એસટી બસ સાથે તેઓનું બાઈક અથડાતાં રમેશજી ઠાકોર ને ગંભીર ઈજા પહોચતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માગૅ પર ઉગી નિકળેલા ગાડા બાવળના કારણે બાઈક અને એસટીબસ વચ્ચે સજૉયેલ અકસ્માત ને પગલે માગૅ પર થી પસાર થતાં રાહદારીઓએ તેમજ વાહન ચાલકોએ માગૅ પરના બાવળો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી દુર કરવામાં આવે તેવી માગ કરી હતી.

Leave A Reply

Your email address will not be published.