અડાલજ ખાતે આવેલ સુઘડ ગામના નવકાર ફાર્મની બહાર ઓરડીમાં થયેલ લુંટ અને ધાડના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરતી ગાંધીનગર પોલીસ
રિપોર્ટર દિનેશચંદ્ર શાહ બૌદ્ધિક ભારત દહેગામ
ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં નોંધાયેલ લુંટ અને ધાડ જેવા ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ગાંધીનગર રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ નાઓની સુચના મુજબ એસ.ઓ.જી. પો.ઇન્સ.શ્રી વી.ડી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઈન્સ.શ્રી એલ.એચ. મસાણી અને પો.સબ.ઈન્સ. શ્રી એમ.એ.મોડ તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફની જુદી-જુદી ટીમો બનાવી જિલ્લા વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતેથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની માહિતી મેળવી તેઓને પકડી પાડી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સારૂ સુચના આપેલ હતી.
જે સુચના સબંધે પો.સબ.ઈન્સ. શ્રી એમ.એ.મોડ, હે.કોન્સ. સુરેશકુમાર પ્રતાપસિંહ તથા પો.કોન્સ. વિજયકુમાર અમૃતભાઈ તથા પો.કોન્સ. હરેન્દ્રસિંહ નટુભા નાઓ અડાલજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન સાથેના હે.કોન્સ. સુરેશકુમાર પ્રતાપસિંહ તથા પો.કોન્સ. હરેન્દ્રસિંહ નટુભા નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકિકત મળેલ કે, આજથી ત્રણેક વર્ષ પુર્વે અડાલજ ખાતે આવેલ સુઘડ ગામના નવકાર ફાર્મની બહાર ઓરડીમાં એક પરિવારને બંધક બનાવી લુંટ ચલાવનાર આરોપીઓ પૈકી એક આરોપી લોખંડ તથા પ્લાસ્ટીકના ભંગાર વિણવા સારૂ અડાલજ બસ સ્ટેન્ડ ખાતે આવનાર છે તેમજ સદરી આરોપી વિરૂધ્ધ તેના વતન રાજસ્થાન રાજ્ય ખાતે મારામારી તથા આર્મ્સ એક્ટના ગુનાઓ નોંધાયેલ હોવાની હકિકત આધારે, બાતમીવાળી જગ્યાએ કોઈ અનિચચ્છનિય બનાવ ન બને તેની ગંભીરતાને ધ્યાને લઈ અગાઉથી આ જગ્યાને કોર્ડન કરી વોચ ગોઠવી આરોપી રમેશ S/0 પારૂભાઈ કાલબેલીયા રહે. નિકોલ અમદાવાદ મુળ રહે. રાજસ્થાનવાળાને ભારે જહેમતથી પકડી પાડી અડાલજ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૬૦૦ ૧૨૧૦૧૦૬/૨૦૨૧, ઈ.પી.કો.કલમ-૩૯૫,૪૫૨, ૩૪૨ તથા જી.પી. એકટ કલમ ૧૩૫ મુજબના ગુનાના કામે ધરપકડ કરી, સી.આર.પી.સી ૪૧-૧ (આઈ) મુજબ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ પુરૂ નામ સરનામુ
રમેશ S/0 પારૂભાઈ જાતે કાલબેલીયા, ઉ.વ.૨૭, રહેવાસી નિકોલ સોમનાથ પ્લોટ પાસે છાપરામાં, નરોડા અમદાવાદ શહેર મુળ રહે. ભૂરવાડા ગામ, તા.રેલમગરા, જિ. રાજસમન્દ, રાજસ્થાન જેઓને
૨૫(૪) મુજબ ગુનાના કામે નામ. કોર્ટમાંથી જામીન પર મુક્ત કરેલ છે
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) પો.ઈન્સ. શ્રી વી.ડી.વાળા
(૨) હે.કોન્સ. સુરેશકુમાર પ્રતાપસિંહ
(૩) પો.કોન્સ. હરેન્દ્રસિંહ નટુભા
(૪) પો.સબ.ઈન્સ. શ્રી એમ.એ.મોડ
(૫) પો.કોન્સ.વિજયકુમાર અમૃતભાઈ