પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝ દ્વારા આયોજિત દેશના સૌથી વિશાળ મીડિયા મહાસંમેલનનો તળેટી સ્થિત શાંતિવનમાં શનિવારે પ્રારંભ થયો હતો. જેમાં દેશ-વિદેશના 2000 મીડિયા પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. આબુ તળેટીમાં યોજાયેલ સમારંભમાં પોતાનું વક્તવ્ય આપતા મીડિયા પ્રભાગના અધ્યક્ષ કરુણાજીએ જણાવ્યું હતું કે સમાજના નવનિર્માણ અને શાંતિ, સદભાવ હેતુ મીડિયાનું કાર્ય અતિ મહત્વનું છે. સમાચારની વિશ્વનીયતા લોક માનસને સકારાત્મક પરિવર્તન કરી શકે છે. ત્રિદિવસીય મીડિયા સંમેલન મીડિયા જગતને પોતાના જીવનમાંથી તનાવ મુક્ત કરી શાંતિ, સદભાવનાની શક્તિ સાથે સક્ષમ બનાવશે. સમારંભમાં દિલ્હીથી આવેલ પ્રો.સંજય ત્રિવેદીએ જણાવ્યું હતું કે ‘મીડિયાની શક્તિ માનવ મનને પરિવર્તન કરી શકે છે. સમાજમાં માનવીય મૂલ્યોની સ્થાપના કરવા મીડિયા જગત જાગૃત થાય તો ભારતની છબીને વિશ્વમાં અધ્યાત્મ પ્રધાનની પ્રેરકતા તરફ દિશા બતાવી શકે છે.’ આ પ્રસંગે બી.કે.શાંતનુ સાંસદ ભોલારામ પ્રો.માનસિંહજી બ્રહ્માકુમારીઝના સંયુક્ત પ્રસાસીકા ડો.નિર્મળા દીદી સહિત અનેક પ્રવક્તાએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.