Publisher Theme
I’m a gamer, always have been.

ડીસામાં નશીલા પદાર્થનું ધૂમ વેચાણ કરનાર વ્યકતિ ને ડીસા પોલીસે પકડી પડ્યો

0 23

ડીસા શહેરની શિવગંગા સોસાયટીમાંથી પોલીસે એમડી ડ્રગ્સ, ગાંજાે અને સ્મેંક જેવી ખતરનાક નશીલી ચીજ- વસ્તુઓનો વેપાર કરતાં શખ્સની અટકાયત કરી છે. પોલીસે તેના ઘરેથી કુલ રૂ.૭,૯૬,૭૩૬ નો મુદ્દામાલ ઝડપી લઇ તેને જેલ હવાલે કર્યો છે. આ અંગેની વિગત એવી છે કે ડીસા શહેરમાં હાઇવે પર મોઢેશ્વરી સોસાયટી નજીક આવેલી શિવગંગા સોસાયટીમાં રહેતા શુભમ ઉર્ફે પાબ્લો કનૈયાલાલ પટેલ પોતાના ઘરે અલગ-અલગ નશીલી ચીજવસ્તુઓનો વેપાર કરતો હોવાની માહિતી ડીસા શહેર દક્ષિણ પોલીસને મળી હતી.તેથી પોલીસે વહેલી પરોઢે શુભમના ઘરે આકસ્મિક રેડ કરતા તેના ઘરેથી ૧૮.૨૫ ગ્રામ એમડી ડ્રગ્સ, ૫૯.૭૬૦ ગ્રામ સ્મેક તેમજ ૩૩૮.૬૦ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો.એકસાથે નશીલા પદાર્થોની આટલી અલગ અલગ વેરાઇટી મળતા ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે તેના ઘરેથી બે વજન કાંટા,૩ મોબાઇલ તેમજ રોકડ રૂપિયા ૬,૩૫૦ રોકડા મળી કુલ રૂપિયા ૭,૯૬,૭૩૯ નો મુદ્દામાલ જપ્ત કરી શુભમ પટેલની અટકાયત કરી હતી.

જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણમાં નોંધપાત્ર વધારો
સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોની હેરાફેરી તેમજ વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરમાં જ મુંદ્રા
પોર્ટ પરથી કરોડો રૂપિયાના એમડી ડ્રગ્સનો ઝડપાયો હતો. જેની તપાસ ચાલી રહી છે. જિલ્લામાં પણ થરાદ સહિત બોર્ડર વિસ્તારમાંથી અવારનવાર ડ્રગ્સ અને અફીણ પકડાય છે. આ દરમિયાન ડીસા શહેર દક્ષિણ પોલીસે ડીસામાંથી આવા ખતરનાક નશીલા પદાર્થોના કારોબારીને ઝડપી લીધો છે.

Leave A Reply

Your email address will not be published.