Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના સરાલમાં 15 દિવસથી પીવાનું પાણી ન આવતાં લોકો ત્રાહિમામ

0 56

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

સરાલ મા ગૌશાળામાં પશુઓ માટે ટેન્કરોથી પાણીની વ્યવસ્થા કરાઈ
ધાનેરા તાલુકાના સરાલ ગામે પીવાના પાણીની સમસ્યાના કારણે ગામમાં રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. તેમજ ગૌશાળામાં પણ આ પાણી ન આવતા ટેન્કરો દ્વારા પાણી પુરુ પાડવામાં આવી રહ્યુ છે. ધાનેરાના સરાલ ગામે છેલ્લા 15 દિવસથી પિવાનું પાણી ન આવતા લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવી પડી રહી છે. અને પોતાના વાસણો લઇને આજુબાજુના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. બીજી તરફ ગૌશાળામાં પણ પાણી ન આવતા ગૌસેવકો ટેન્કરો દ્વારા આજુ બાજુના ખેતરોમાંથી પાણી લાવી રહ્યા છે. આ અંગે દૂધ મંડળીના ચેરમેન દિનેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસથી ગામમાં પીવાના પાણીની સમસ્યા છે. આ બાબતે ગ્રામ પંચાયતમાં વહીવટદાર તેમજ તલાટીને જાણ કરવા છતાં સમસ્યા હલ થતી નથી.

Leave A Reply

Your email address will not be published.