Publisher Theme
I’m a gamer, always have been.

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતાના જન્મ જયંતી પ્રસંગને સફળ બનાવવા બેઠક યોજાઈ.

0 78

રિપોર્ટ – ઈકબાલ શાહ એમ ફકીર બૌદ્ધિક ભારત પાટણ

સ્વામી પરિવાર ના વર્ષ 2023 ના પ્રમુખ તરીકે પુનઃ યશપાલ સ્વામી ની સવૉનુંમતે વરણી કરાઈ.

પાટણ સ્વામી પરિવારના કુળદેવી શ્રી સમોરા માતા ની તારીખ 23 ઓગસ્ટ ને બુધવારના પવિત્ર દિવસે જન્મ જયંતી પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવનાર છે. માતાજીના જન્મ જયંતીના આ પવિત્ર પર્વને સાંગોપાંગ સફળ બનાવવા બુધવારની રાત્રે પાટણ સ્વામી પરિવાર ની શ્રી નરસિંહજી ભગવાનના મંદિર પરિસર ખાતે બેઠક મળી હતી. પાટણ સ્વામી પરિવારની મળેલી આ બેઠકમાં પરિવારના પ્રમુખ તરીકે વર્ષ 2023 માટે પુનઃ પરિવારના સેવાભાવી યુવા,ઉત્સાહી અને પત્રકારના વ્યવસાય સાથે સંકળાયેલા યશપાલ સ્વામીની સવૉનુંમતે વર્ણી કરવામાં આવી હતી. જયારે મંત્રી નિલેશભાઈ સ્વામી,સહમંત્રી મહેશ ભાઈ સ્વામી,ખજાનચી હષૅદભાઈ સ્વામી તેમજ કુળદેવી માતાજીના ઉત્સવ સમિતિના કન્વીનર તરીકે શાંતિભાઈ સ્વામી, સહ કન્વીનર રાજેશભાઈ (ખન્નાભાઈ) ની વરણી કરાઈ હતી. ચાલુ સાલે નિકળનાર કુળદેવી માતાજીની પાલખીયાત્રાના યજમાન ડાહ્યાભાઈ ઉજમશીભાઈ પરિવાર, યજ્ઞના યજમાન દિનેશભાઈ લક્ષ્મણદાસ પરિવાર, કુળદેવી માતાજી તેમજ ઈષ્ટદેવ શ્રી પદ્મ નાભ ભગવાનની ફુલોની આગી ના યજમાન સ્વામી વિવેક મહેન્દ્રભાઈ પરિવાર બેન્ડવાજા ના યજમાન કમલેશભાઈ અમીચંદદાસ સ્વામી પરિવાર,ભોજન પાસ અને મિનરલ પાણી ના યજમાન ભાવિકભાઈ, પાલખીયાત્રા મા પ્રસાદના યજમાન સ્વ. આશાબેન મનસુખભાઈ સ્વામી પરિવારે લહાવો લીધેલ. સ્વામી પરિવારના કુળદેવી ની સમોરા માતાજીની જન્મ જયંતી પ્રસંગને અનુલક્ષીને મળેલી બેઠકમાં સ્વામી પરિવાર દ્વારા આગામી દિવસોમાં હાથ ધરાનાર સેવા પ્રવૃત્તિ જેવી કે પરિવાર અને સમાજ ના વિદ્યાર્થીઓ માટે ચોપડા,નોટબુકો નું વિતરણ, સ્વામી પરિવાર ની પરિચય આપતી ડિજિટલ ડાયરી તૈયાર કરવી સહિત ના કાયૅ કરવા સવૉનુંમતે નકકી કરવામાં આવ્યાં હતા.

Leave A Reply

Your email address will not be published.