પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરાના ધરણોધર ખાતે ખેતરમાં રહેતા ખેડૂતના મકાનમાં શુક્રવારે તિજોરી તોડી સોના- ચાંદીના દાગીના સહિત રોકડ રકમ સહિત 1.63 લાખની ચોરી કરી પલાયન થઈ જતા ખેડૂતે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ચોરીના બનાવને લઈ લોકોમાં ફફડાટ ફેલાયો છે.આ અંગેની વિગત મુજબ ધાનેરા તાલુકાના ધરણોધર ગામમાં ખેડૂત વાલાભાઈ ચમનાભાઇ પુરોહિત ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે.તેમના ખેતરમાં બનાવેલ મકાનમાં શુક્રવારે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાં પડેલ તિજોરીના અંદરના ખાના તોડી તેમાં ભેંસ વેચેલ તેના નાણાં તેમજ સંઘમાં રાયડો વેચેલ તેના આવેલા નાણાં રૂ.1,38,000,ગળામાં પહેરવાનું પેન્ડલ કિંમત રૂ.15,000,ચાંદીની તોડીઓ 200 ગ્રામ આશરે રૂ.10,000 એમ મળી કુલ રૂ. 1,63,000 ની શખ્સો ચોરી કરી પલાયન થઈ ગયા હતા.જેથી આ અંગેની જાણ ખેડૂતને થતા વાલાભાઈ પુરોહિતે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.