પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પોલીસ દ્વારા ગુરુવારે હેલ્મેટ વગર ફરતા તેમજ કાળા કાચવાળી ગાડીઓ સામે ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસની ટીમે સરાલ ત્રણ રસ્તા પાસે ડ્રાઇવ હાથ ધરતા મોટી સંખ્યામાં હેલ્મેટ વગરના બાઈક ચાલકોને પકડ્યા હતા તેમજ કાળા કાચવાળી ગાડીઓને કાળા કાચ કઢાવ્યા હતા.ધાનેરામાં પોલીસ દ્વારા અવાર-નવાર હેલ્મેટ તેમજ કાળા કાચ બાબતે લોકોને સમજણ આપવા છતાં વાહન ચાલકો તેનું પાલન ન કરતા હોવાથી ધાનેરા પોલીસ દ્વારા ગુરુવારે સાંજના સમયે થરાદ હાઇવે ઉપર સરાલ પાટિયા પાસે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં હેલ્મેટ વગરના બાઈક સવારો કાળા કાચવાળી ગાડીઓ તેમજ સીલ્ટ બેલ્ટ વગરના વાહન ચાલકોને પકડ્યા હતા અને તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી. આ ટ્રાફિક ડ્રાઇવ જોતા કેટલાક લોકો દૂરથી પોતાના વાહનો પાછળવાળી પરત થઈ ગયા હતા. બે કલાક દરમિયાન 100 જેટલા વાહન ચાલકો દંડાયા હતા. આ અંગે ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ટી.પટેલએ જણાવ્યું હતું કે વાહન ચાલકોને સીટ બેલ્ટ તેમજ હેલ્મેટ પહેરવા માટે વારંવાર પોલીસ દ્વારા વિનંતી કરવામાં આવી છે તેમજ અશોકભાઈ ટ્રાફિક જમાદાર અને હરગોવનભાઈ, મંગલસિંહ,ઉમાભાઈ પોલીસ દ્વારા લોકોને વિનામૂલ્ય હેલ્મેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમ છતાં કાયદાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસ દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી છે અને આવી ડ્રાઈવ અલગ-અલગ રસ્તાઓ ઉપર સમયાંતરે રાખવામાં આવશે માટે વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરે તેમજ સીલ્ટ બેલ્ટ લગાવે તે ખાસ જરૂરી છે.