રિપોર્ટર – પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા પાલિકા દ્વારા ભુગર્ભ ગટરો બનાવવામાં આવી છે પરંતુ ઢાંકણા રોડ કરતા અડધો થી પોણો ફુટ ઉંચા હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. જ્યાં વરસાદ દરમિયાન ગટરની ચેમ્બર તૂટી હતી. ધાનેરામાં કરોડોના ખર્ચે પાલિકા દ્વારા ભુગર્ભ ગટર બનાવવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષ થી કામ ચાલી રહ્યુ છે. એક તરફ બને છે ત્યારે બીજી તરફ ટુટી રહી છે. થોડા સમય પહેલા ધાખા દરવાજા પાસે મણીબેન વ્રજલાલ હોસ્પીટલ પાસે ગટર બનાવવામાં આવેલ છે. પરંતુ આ ગટરના ઢાંકળા રોડ વચ્ચો વચ મુકવામાં આવેલ છે. અને તે પણ રોડની સપાટી કરતાં અડધો થી પોણો ફુટ જેટલા ઉંચા હોવાથી કેટલાક લોકો આ ગટરના ઢાંકણાનો ભોગ બની રહ્યા છે. બે દિવસ પહેલા વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયેલ હોવાથી એક કાર ચાલકને આ ઢાંકણા ના દેખાતા ગાડીની નીચે અડી જતાં ચેમ્બર તૂટી ગયુ હતુ. આ બાબતે સ્થાનિક રહીશ વિક્રમભાઇએ જણાવ્યું હતું કે, આ ગટરના લીધે રાત્રે કેટલાય વાહન ચાલકોનો અકસ્માત થાય છે. આ બાબતે નગરપાલિકાના ચિફ ઓફિસરને પણ વારંવાર રજુઆતો કરીએ છીએ. પરંતુ કોઇ કામગીરી થતી નથી.