રીપોર્ટર પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરામાં સોમવારે વહેલી સવારે થયેલા અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજ્યા બાદ ધાનેરા પોલીસે ગાડીના મૂળ માલિકની તપાસ હાથ ધરી હતી. જેમાં આ ગાડી થરાદ તાલુકાના પઠામડા ગામના વાઘેલાની હોવાનું બહાર આવ્યું હતું. ધાનેરામાં સોમવારે વહેલી સવારે એક સ્કોર્પિયો ગાડીનો ભયંકર રીતે અકસ્માત થયો હતો. જેમાં ડીસા તાલુકાના ત્રણ યુવાનોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને ચાર યુવકને ઇજાઓ થઇ હતી. જેમાં આ સ્કોર્પિયો ગાડી બાબતે અલગ-અલગ વાતો ફરતી થતાં ધાનેરા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી હતી અને ગાડીના મૂળ માલિક સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મંગળવારે તપાસ કરતા આ ગાડી થરાદ તાલુકાના પઠામડા ગામના પ્રધાનભાઈ ડાહ્યાભાઈ વાઘેલાના નામે હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે તેમના નિવેદન લેવા માટેની પણ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ ઘટનાને લઈને થરાદ ડીવાયએસપી એસ.એમ. વારોતરિયા પણ તપાસ માટે ધાનેરા આવી પહોંચ્યા હતા. આ કેસની તટસ્થ તપાસ થાય તે માટે તજવીજ હાથ ધરી હતી. આ રેલ્વે પુલના છેડે બમ્પ મૂકવામાં આવ્યો છે તેના ઉપર સફેદ પટ્ટા લગાવવા તેમજ બમ્પ હોવાના બોર્ડ મુકવા માટે પણ નેશનલ હાઇવેને જાણ કરવામાં આવી હતી. જેથી આગામી અકસ્માતો નિવારી શકાય. આ અંગે ધાનેરા પીઆઇ એ.ટી.પટેલએ જણાવ્યું હતું કે જે લોકો ઈજાગ્રસ્ત હતા તેમના નિવેદનો લેવામાં આવ્યા છે