Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના તુલસીનગર શોપિંગ સામે નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ જતાં દુકાનદારો પરેશાન

0 66

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના તુલસીનગર શોપીંગ સામે નેશનલ હાઇવે ઉપર વરસાદી પાણી ભરાઇ જતાં તેમજ ગટરના પાણી ઉભરાવાના કારણે તુલસીનગરના શોપીંગમાં દુકાનોના શટર આગળ પણ એક-એક ફુટ પાણી ભરાઇને પડ્યા રહેતા હોવાથી દુકાનદારો પોતાનો ધંધો પણ કરી શક્તા નથી તેમજ પોતાની દુકાનમાં સામાન પણ રાખી શક્તા નથી. આ બાબતે અફાભાઇએ જણાવ્યું હતું કે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિરાકરણ આવતું ન હોવાથી વેપારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને ગયા વર્ષે આ દુકાનદારોએ હાઇવે ઉપર બેસી જતાં થોડો સમય માટે નાળાઓ બનાવીને પાણીનો નિકાલ કર્યો હતો. પરંતુ હવે તો આ વાત પણ સાંભળતા ન હોવાથી વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને હાઇવે રસ્તો બ્લોક કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Leave A Reply

Your email address will not be published.