Publisher Theme
I’m a gamer, always have been.

ડીસા-ધાનેરા રોડ પર આવેલ ઝેરડા ગામ પાસે રવિવારે ચાલુ કારમાં આગ લાગી

0 69

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ડીસા-ધાનેરા રોડ પર આવેલ ઝેરડા ગામ પાસે રવિવારે ચાલુ કારમાં આગ લાગી હતી. ઝેરડા ગામ પાસે હાઇવે પરથી એક કાર પસાર થઇ રહી હતી તે દરમિયાન ચાલકે બ્રેક મારતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી. અચાનક આગ લાગતા સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડની સાઈડમાં આવેલ માઇલ સ્ટોન સાથે ટકરાઈ હતી. જોકે ચાલકની સમય સૂચકતાને કારણે કારમાં બેઠેલા તમામ લોકો બહાર નીકળી જતા સદનસીબે જાનહાનિ ટળી હતી. રોડ પર ચાલુ કારમાં અચાનક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાને પગલે આજુબાજુના લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. હાઈવે પર વાહન ચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. લોકો ફાય૨ બ્રિગેડને જાણ કરે ત્યાં સુધીમાં તો કાર બળી ખાખ થઈ ગઈ હતી.

Leave A Reply

Your email address will not be published.