સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ દ્વારા જાવિદભાઇ મુરાદભાઇ મીરની ઉપ-સંગઠન સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી
રિપોર્ટર ઈલિયાસ મેમણ બૌદ્ધિક ભારત ખેરાલુ
આજ રીજ સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું અને ટ્રસ્ટ માં અલગ અલગ હોદાઓ ની વરણી કરીને જવાબદારી આપવામાં આવી હતી જેમાં ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી, મેનેજીંગ ડાયરેક્ટરશ્રી, તથા પ્રમુખશ્રી ની અનુસંસા અને અનુમતિ થી જાવિદભાઇ મુરાદભાઇ મીરની ઉપ-સંગઠન સચિવ તરીકે ની નિમણુંક કરવામાં આવી અને ત્ર પાઠવવામાં આવ્યુંસંસ્થા દ્વારા કહેવા માં આવ્યું કે આપ સંસ્થા સાથે આપ ઘણાં સમય થી સંકળાયેલા છો, અને સફળતા પૂર્વક ની અવિરત સેવા આપી રહ્યાં છો, એ માટે સંસ્થા ગૌરવ ની લાગણી અનુભવે છે ! આ સાથે આપને મુબારકબાદી પાઠવી આ નિમણુંક પત્ર પાઠવવામાં આવે છે ! આ ટ્રસ્ટ નાં આપ કાયમી સભ્ય છો, આપને અપાયેલ નિંમણુંક, આપ જવાબદારીપુર્વક સંપૂર્ણપણે કાર્યનિષ્ઠા થી અને ટ્રસ્ટ ની કાર્યપધ્ધતિ તથા નીતિનિયમો ને આધિન રહીને સંપૂર્ણપણે વફાદારી પૂર્વક નિભાવશો ! આપની ફરજ નિષ્ઠા અને ઈમાનદારી થી બજાવી કર્તવ્ય પરાયણ રહી, આ ટ્રસ્ટ વતી સોંપાએલ કામગીરી સફળતા પૂર્વક અદા કરવાં કૃતનિશ્ચયી બની રહો ! કામયાબી સાથે સદર ટ્રસ્ટ ની કામયાબી રહેલી છે, તેવી અપેક્ષા સહ સમસ્ત મીર મુસ્લિમ સમાજ સેવા ટ્રસ્ટ સરખેજ દ્વારા જાવિદભાઇ મુરાદભાઇ મીરની ઉપ-સંગઠન સચિવ તરીકે ની નિમણુંક કરતા ખુશી નો માહોલ જોવા મળ્યો અને ત્યાં ઉપસ્થિત તમામ લોકો દ્વારા શુભકામનાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા