ધાનેરા તાલુકા ના જનાલી ગામ ની જિંગનાબેન રાજગોરએ NEET માં મેળવ્યા 536 નંબર જનાલી ગામ તેમજ સમગ્ર તાલુકાનુ નામ રોશન કર્યું
રિપોર્ટર હિતેશ પુરોહિત બૌદ્ધિક ભારત ધાનેરા
બનાસકાંઠા જિલ્લા ના ધાનેરા તાલુકા નું છેવાડાનું ગામ એટલે જનાલી ગામ જે રાજસ્થાન ની સીમા નજીક આવેલ છે જયારે દેશ માં NEET નું પરિણામ બહાર પડ્યું ત્યારે આ નાનકડા ગામ માં પણ એક ખુશી નો માહોલ જોવા મળ્યો કોઈ પણ ગામ માં થી ગામ ની દીકરી કે દીકરો જયારે સફળતા મેળવે તો એ સમગ્ર ગામ માટે ગૌરવ ની વાત હોયે છે જનાલી ગામ ની દીકરી જિંગનાબેન વજાભાઈ રાજગોરે પણ NEET માં 536 નંબર મેળવી ને MBBS માં પોતાનું સ્થાન નક્કી કર્યું છે ગામ ની આ દીકરી હવે MBBS ડોકટર બની જશે જયારે આ સામાચાર ગામ માં મળ્યા ત્યારે ગામ માં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો એમના માતા પિતા અને પરિવાર માં અત્યંત ખુશી જોવા મળી અને તમામ તાલુકા ના લોકો દ્વારા જિંગનાબેન વજાભાઈ રાજગોર ના પરિવાર ને શુભકામના આપી હતી અને જિંગનાબેન રાજગોર નું ઉત્સાહ ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું
જીગનાબહેનના પિતાજી વજાભાઈ એ જણાવ્યુ હતુ કે જીગના એ neet મા પહેેેલાથી જ 525 જેટલા નંબરો આવશે એવો ટાર્ગેટ નક્કી કર્યો હતો અને એમના નક્કી કરેલ ટાર્ગેટ કરતા પણ વધુ નંબર લાવતા ખુશીની લાગણી છવાઈ હતી