Publisher Theme
I’m a gamer, always have been.

ચંદ્રાસણ – કડી રોડ પર જમીન દલાલની જાહેરમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ

0 27

રીપોટૅર.રબ્બાની મલેક બૌદ્ધિક ભારત ન્યુઝ કડી – મહેસાણા

કડીના ગોવિંદપુરા પાટિયા નજીક એક બાઈક ચાલકે ગાડીમાં સવાર સાણંદના અણદેજ ગામના યુવક યુનુસ કુરેશી ઉર્ફે મંગાની બુધવારે ધોળે દહાડે ગોળી મારી કારમાં જ હત્યા કરી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી અને મહેસાણા ડીવાયએસપી સહિત બાવળુ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ હાલ સમગ્ર પાસાની તપાસ હાથ ધરી રહી છે કે કેવા સંજોગોમાં ફાયરિંગ કર્યું કેમ કર્યું. ઘટના દરમિયાન પોલીસે મૃતદેહનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ગોવિંદપુરા નજીક રોડ પર આવેલા સૂર્ય ફાર્મના સીસીટીવી ફૂટેજ અને મૃતકના કોલ ડીટેઇલના આધારે આરોપી સુધી પહોંચવા માટે પોલીસ કડી શોધી રહી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, ખાસ કરીને વાત કરીએ તો સાણંદના અણદેજ ગામના જમીન દલાલ યુનુંસ કુરેશી ની હત્યાની પાછળ કોઈ અંગત અદાવત કે પછી પૈસાની લેતી દેતીનો મામલો હોવાનો હોઈ શકે તેમ હાલમાં લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. જોકે મૃતકના પરિવારજનો સરકાર પાસે એક જ આશ લગાવીને બેઠા છે કે યુનુસના હત્યારા ને જલ્દ થી જલ્દ પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે અને તેને કડકમાં કડક સજા કરવામાં આવે એવી પરિવારજનો માંગ કરી રહ્યા છે

Leave A Reply

Your email address will not be published.