Publisher Theme
I’m a gamer, always have been.

ખેડબ્રહ્મા તાલુકાની પરોયા ગામે*પરોયા નવી ફળી પ્રાથમિક શાળાને સ્માર્ટ ટીવી,ચોપડા,સ્લેટ નું દાન મળ્યું

0 5

રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા

મુંબઈ નિવાસી ભુરીબેન જશુભાઈ પટેલ દ્વારા ખેડબ્રહ્મા તાલુકા ની પરોયા નવી ફળી પ્રાથમિક શાળા ને 50 ઇંચની સ્માર્ટ ફોર કે એન્ડ્રોઇડ ટીવી( અંદાજે 42 હજાર રૂપિયા)ની દાનમાં મળેલ છે.
ખેડબ્રહ્મા ના શ્રી પપ્પુભાઈ ચાવલા તરફથી નવીન પ્રવેશ મેળવેલ તમામ બાળકોને સ્લેટનું દાન આપવામાં આવ્યું છે.
કોબા નિવાસી શ્રી દિનેશભાઈ દાદા તરફથી શાળાના તમામ બાળકોને ચોપડાઓનું દાન આપવામાં આવ્યું છે ત્રણેય દાતાશ્રી ભૂરીબેન, પપ્પુભાઈ તથા દિનેશભાઈ નો શાળા પરિવાર, આચાર્યશ્રી પોપટસિહ ચૌહાણ સ્કૂલ ના સ્ટાફ ના વર્ષાબેન ,એસએમસી અધ્યક્ષ તથા એસએમસી કમિટીના તમામ સભ્યો , ગ્રામજનો , બચુભાઈ ઓડીયા, તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી ત્રિગુણાબેન પંડ્યા બીઆરસી કોર્ડીનેટર પિયુષભાઈ જોશી CRC નિતીન ભાઇ સર્વે દાતાઓનો દિલથી આભાર માનવામાં આવે છે. જગત જનની માં જગદંબા તમામ દાતાશ્રીઓની મનોકામના પૂરી કરે તેવી માં અંબાના ચરણોમાં પ્રાર્થના.

Leave A Reply

Your email address will not be published.