ભારત ના લોક લાડીલા વડાપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીના 71 માં જન્મ દિવસ નિમિતે ઠેર ઠેર રામધૂન, બ્લડ ડોનેશન કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ત્યારે
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમિતે પાલનપુર મોદી સમાજ, ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા, ભારત વિકાસ પરિષદ, પશ્ચિમ શાખા પાલનપુર તેમજ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા પાલનપુર લાયન્સ હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ તથા મેડિકલ ચેકઅપ ભવ્ય આયોજન કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમ મા મોટી સંખ્યામા લોકો એ બ્લડ ડોનેટ કરવા ઉમટી પડ્યા હતા. આ બ્લડ ડોનેશન કેમ્પ મા મહિલાઓ એ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જ્યારે મુસ્લિમ ભાઈઓ પણ ભાગ લઈ કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રમુખ જીતેન્દ્રભાઈ મોદી ની સાથે સાથે પ્રોજેક્ટ ચેરમેન કનુભાઈ રાઠોડ સહ પ્રોજેક્ટ ચેરમેન વિપુલભાઈ મોદી ઉપપ્રમુખ રાજુભાઈ વી મોદી ની સાથે સાથે હસમુખભાઈ, અલ્પેશભાઈ, રવીભાઈ, કેયુરભાઈ, પ્રકાશભાઇ, અજયભાઈ, સુનિલભાઈ, હિતેશભાઈ, નગીનદાસ રાઠોડ, અરૂણભાઈ, કુંજનભાઈ, જીગ્નેશભાઈ, મહેશભાઇ, જયેશભાઇ તથા લલિતભાઈ સહીત અન્ય મોદી સમાજ ના યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.