.
રિપોર્ટર :–મહેશ રાવલ બૌદ્ધિક ભારત ન્યુઝ દહેગામ
આજે અમારી કલ્યાણજીનું પરૂ કુમાર પ્રાથમિક શાળામાં ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમ નિમિત્તે મુખ્ય મહેમાન તરીકે સરપંચ શ્રી લીલાબેન અરજણજી સોમાજી ઠાકોર તથા એસએમસી સભ્ય રમેશજી, વિષ્ણુજી, સુરેશજી, હિનાબેન, તાલાજી, લાલાજી નરેશજી, હસમુખજી વગેરે સભ્યો તથા ગ્રામજનો, દાતાશ્રીઓ, વાલીગણ તથા શાળાના આચાર્ય શ્રી નેમિષાબેન તથા શાળાના સ્ટાફ તથા લીફ ફાઉન્ડેશન માંથી શિક્ષક શ્રી હેમાંગીબેન કોરિયા વગેરે ની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા તથા ધોરણ ૧ ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યો. આ શુભ પ્રસંગે તમામ દાતાશ્રીઓ તરફથી આંગણવાડી ના બાળકોને રમકડાની કીટ તથા બાલવાટિકા અને ધોરણ ૧ના બાળકોને દફતર, લંચબોક્સ, કલર, વોટર બેગ આપવામાં આવી. આ ઉપરાંત મહેમાનશ્રીઓના હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા બદલ શાળાના આચાર્ય શ્રી નેમિષાબેન દ્વારા સર્વે મહેમાનશ્રીઓ તથા દાતાશ્રીઓનું કલ્યાણજી નું પરૂ પ્રાથમિક શાળા પરિવાર વતી સહૃદય આભાર વ્યક્ત કરાવવામાં આવ્યો