Publisher Theme
I’m a gamer, always have been.

લુણાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

0 28

રિપોર્ટર કાંતિભાઈ વી. માળી બૌદ્ધિક ભારત થરાદ

તારીખ 13-06-2023 ના રોજ લુણાવા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી જેમાં આંગણવાડી, બાલવાટિકા તેમજ ધોરણ એક ના નવીન પ્રવેશ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો. પીએમ પોષણ યોજના અંતર્ગત માળી કાંતિભાઈ તેજાજી વીરાજી તરફથી તિથી ભોજન આપવામાં આવ્યું તથા બાળકોને કંપાસ, વોટર બેગ ચોપડા તેમજ સ્કૂલબેગ, જરૂરિયાતમંદ ચાર બાળકોને ગણવેશ ,વર્ષ દરમિયાન સૌથી વધુ હાજર રહેનાર વિવિધ પરીક્ષાઓમાં મેરીટ માં આવનાર અને સત્રાંત પરીક્ષામાં એક થી ત્રણ નંબર મેળવનાર તમામ બાળકોને માળી શામળાજી વેનાજી તરફથી રૂપિયા 11000 ઈનામ આપવામાં આવ્યું. પ્રવેશોત્સવ કાર્યક્રમના મુખ્ય અધિકારી તરીકે જી.એચ હરિયાણી સાહેબ તથા માળી ફોર્મ સીઆરસી કોર્ડીનેટર પ્રદીપભાઈ તમામ પેટા શાળાના આચાર્યો યજમાન શાળાના આચાર્ય ભેરાજી સુંઢેસા .સરપંચ શ્રી. ભાજપ યુવા પ્રમુખ પ્રવીણ માળી ગામના વડીલો. કાર્યક્રમમાં હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવવા બદલ તમામ દાતાશ્રીઓનો શાળા પરિવાર વતી ખૂબ ખૂબ આભાર.

Leave A Reply

Your email address will not be published.