મોડાસા તાલુકાના અમલાઈ, અમલાઈ -ટાંડા, બોરડી પ્રાથમિક શાળા ખાતે અને બીજા દિવસે બાયડ તાલુકાના છાપરીયા, વાસનીરેલ, શણગાલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ
રિપોર્ટર રાહુલ પુરી બાયડ
ઉજવણી ઉજ્જવર ભવિષ્ય ની અંતર્ગત કન્યા કેળવણી અને શાળા પ્રવહોત્સવ 2023, તારીખ ૧૨ અને ૧૩ જૂન બે દિવસ, પ્રથમ દિવસે મોડાસા તાલુકાના અમલાઈ, અમલાઈ -ટાંડા, બોરડી પ્રાથમિક શાળા ખાતે અને બીજા દિવસે બાયડ તાલુકાના છાપરીયા, વાસનીરેલ, શણગાલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ, ગુજરાત રાજ્યમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી. અરવલ્લી જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તારીખ ૧૨ અને ૧૩ જૂન બે દિવસ, પ્રથમ દિવસે મોડાસા તાલુકાના અમલાઈ, અમલાઈ -ટાંડા, બોરડી પ્રાથમિક શાળા ખાતે અને બીજા દિવસે બાયડ તાલુકાના છાપરીયા, વાસનીરેલ, શણગાલ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી. કલેકટર શ્રી પ્રશસ્તિ પારીકના અધ્યક્ષસ્થાને આંગણવાડી, બાલવાટિકા માં ધોરણ -૧ના બાળકોને શાળામાં પ્રવેશ અપાયો. આ તકે મહાનુભાવોના હસ્તે બાળકોને કીટ આપી ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા. શાળામાં વૃક્ષારોપણ સહિત એસ.એમ.સી કમિટીના સભ્યો સાથે બેઠક પણ યોજાઈ. આ પ્રસંગે કલેક્ટરશ્રી દ્વારા સંબોધન કરતા જણાવવામાં આવ્યું, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવી રહ્યો છે જેમાં નાના ભૂલકાઓના ભવિષ્યને શિક્ષણની સાથે જોડવાની રૂપરેખા છે. જેના જીવનમાં શિસ્તની કેળવણી થાય સાચા અર્થમાં તેને જ શિક્ષણ મેળવ્યું કહેવાય તેમજ તેને જ શિક્ષણનું મહત્વ સમજાય છે. શિક્ષણથી સમાજનો વર્ગ વિકસિત થાય છે અને જરૂરી એવા સંસ્કારોનું સિંચન અને બુદ્ધિમતા વિકસે છે. જેનો લાભ સમાજના ઘણા લોકોને લાંબા સમય સુધી મળે છે. શિક્ષણ એ મનુષ્યની એક અનન્ય ગુણવત્તા છે. શિક્ષણ થકી જ મનુષ્ય પ્રગતિના શિખરે પહોંચે છે. નાનપણથી મજબૂત શિક્ષણ નો પાયો પરિવાર દ્વારા મળતો હોય છે. નાના બાળકોને શાળાએ મોકલવા માટે સૌપ્રથમ માતા પિતા જવાબદારી લે. અને બાળકોને શિક્ષણ શિક્ષક અને શાળા વિશે સારા વિચારો આપે. એનાથી બાળકના મનમાં ભણતર પ્રત્યેનો અભિગમ કેળવાય. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી, શિક્ષકો, ગામના વડીલો તેમજ સમાજના હોદ્દેદારો અને પદાઅધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.