.
રિપોર્ટર. મહેશ રાવલ બૌદ્ધિક ભારત દહેગામ
આજ દિન વિશેષ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિન નિમિતે ધણપ પ્રાથમિક શાળા અને ફિરોજપુર પ્રાથમિક શાળા માં અમારી સંસ્થા લીફ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું .આ પર્વ નિમિત્તે શાળા ના આચાર્ય શ્રી વિજયલક્ષ્મી મેડમ અને આચાર્યશ્રી પ્રવિણસિંહ રાઠોડ સર અને તેમનો સ્ટાફ હાજર રહ્યા હતાં. તેમજ લીફ સંસ્થા તરફ થી સુધી મેડમ, મીની મેડમ તથા લીફ સંસ્થા ના ટ્રસ્ટી નીલમ મેડમ ઉપસ્થિત રહ્યા હતાં. તેમજ લીફ નાં શિક્ષક કુસુમ ચાવડા તથા હર્ષા મકવાણા, રાહુલભાઈ હાજર રહ્યા હતાં. લીફ તરફ થી ધણપ પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. જેમાં ચંપા, પારિજાત તથા લીમડા નાં છોડ વાવવા માં આવ્યા અને બાળકો ને પર્યાવરણ નાં જતન કરવા માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી