Publisher Theme
I’m a gamer, always have been.

ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારી અને અસુવિધાઓ બાબતે કલેક્ટર ને લિખિત રજૂઆત કરવામા આવી

0 101

રિપોર્ટર ઉમેશ આચાર્ય બૌદ્ધિક ભારત ભૂજ

ભુજ તાલુકાના અંતરીયાળ બન્ની પચ્છમ વિસ્તારને સમાવતા ખાવડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા તબીબોની ગંભીર બેદરકારીના કારણે આ વિસ્તારમાં નવજાત શિશુઓના મરણનો આંક એ ઊંચકાઈ રહ્યો છે. ખાવડા સીએચસીમાં પૂરતાં પ્રમાણમાં સ્ટાફ નથી. આ વિસ્તારમાં સૌથી વધુ તકલીફ ગર્ભવતી મહિલાઓને થાય છે. પ્રસૂતીની સારવાર દરમિયાન માતા મરણ અને બાળ મરણનો કાયમ ખતરો રહે છે. એક તરફ સીએચસીમાં પૂરતાં સાધનોનો અભાવ છે તો બીજી તરફ તબીબી સ્ટાફના ઉડાઉ અને બેદરકારીભર્યા વલણના કારણે અવારનવાર નવજાત શિશુના કરૂણ મોત નિપજે છે. ખાવડા સીએચસીમાં દાખવાતી બેદરકારીના કારણે અનેક માતાઓએ ફૂલ જેવાં નવજાત શિશુ ગુમાવ્યાં છે. બાળકોનાં મોત માતાની કૂખમાં જ થઈ જતાં હોય ત્યાં સુધી સ્થાનિક તબીબી સ્ટાફ કોઈ ગંભીરતા ન દાખવતું હોય તો ખરેખર આવા બેદરકારીના કિસ્સામાં કડક કાર્યવાહી કરીને દાખલો બેસાડવો જોઈએ. ઘણી વખત નવજાત શિશુની સારવાર માટે ભુજ રીફર કરવામાં આવે છે પણ ભુજ પહોંચે તે પહેલાં બાળકનું કરૂણ મોત નિપજયું હોવાના કિસ્સા પણ ઉજાગર થઈ ચૂક્યા છે. અમારી આપ સાહેબ સમક્ષ રજૂઆત છે કે ખાવડા સીએચસીમાં ખૂટતી સુવિધાઓ અને સાધનોની પૂર્તતા કરવામાં આવે. અને માતા મરણ તેમજ બાળ મરણ અંગે ખાવડા સીએચસીનુ સરકાર દ્વારા સ્પેશિયલ ઈન્પેકશન કરીને જવાબદાર તબીબી સ્ટાફ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરીને અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને સારી આરોગ્ય સેવાની ભેટ આપવામાં આવે તેવી વિનમ્ર રજુઆત છે. આરોગ્ય સેવામાં સુધારો લાવવામાં નહીં આવે તો નાછૂટકે પ્રજાના હિતમાં ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ફરજ પડશે જેની નોંધ લેવા વિનંતી. તેવું કાસમ ભાઈ નો ડે સામાજિક કાર્યકર એ કલેકટર પાસે રજૂઆત કરી હતી તેમ તેમણે જણાવ્યું હતું

Leave A Reply

Your email address will not be published.