Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના વેપારી સાથે બે શખ્સોએ રૂ. 72 હજારની છેતરપિંડી આચરી

0 231

પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા એક વેપારી દ્વારા 2019 માં ડીસ્પોઝલ કપ બનાવાવાનું મશીન અને તેનો કાચો માલ ખરીદવા માટે એડવાન્સમાં 72 હજાર આપતા તે પાછા ન આવતા જયપુરના બે શખસો બે સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ધાનેરા પોલીસે તપાસ હાથ ધરી છે. ધાનેરાના અંબિકાનગર સોસાયટીમાં રહેતા રવિન્દ્રસિંહ ભાવસિંહ ગોહીલએ ડીસ્પોઝલ કપ બનાવવા માટે યુનિટ ખરીદવા જયપુરના અરુણા શર્માના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે આ સામાન આપવાની ફોન ઉપર વાત કરતાં રવિન્દ્રસિંહ ભાવસિંહ ગોહીલ દ્વારા મશીનરીના ફોટા મંગાવ્યા હતા.

અને તે પસંદ આવતા તેનો ઓર્ડર પણ આપ્યો હતો. તે વખતે એડ્વાન્સમાં પૈસા આપવા પડશે તેવું જણાવતા તા.19 ફ્રેબ્રુઆરી-2019 નારોજ બી.ટી.એન્ટરપ્રાઇઝના નામે 36,000 નું આરટીજીએસ કરી અને તે પછી ફરીથી તા.22 ફેબ્રુઆરી-2019 ના રોજ બી.ટી.એન્ટરપ્રાઇઝના નામે 36,000નું આરટીજીએસ કર્યું હતું. આમ કુલ રૂ.72 હજાર આપી અને માલ બાબતે બી.ટી.એન્ટરપ્રાઇઝના માલિક બાબુલાલ જાંગીડને . પૂછતા તે રકમ મળી ગઇ હોવાનું પણ જણાવ્યું હતું.

રવિન્દ્રસિંહ ગોહીલને પોતાના સાથે છેતરપિંડી થઇ હોવાનો અહેસાસ થતાં તેઓએ ધાનેરા પોલીસ મથકે 30 માર્ચ-2019 ના રોજ આ બાબતે અરજી આપી હતી. પરંતુ આજ દિવસ સુધી કોઇ કાર્યવાહી ન થતાં રવિન્દ્રસિંહ ગોહીલ દ્વારા ધાનેરા પોલીસ મથકે બી.ટી. એન્ટરપ્રાઇઝના વહીવટ કર્તા બાબુલાલ જાંગીડ (રહે.પ્લોટ નં -29, વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એરીયા, જયપુર-રાજસ્થાન) તથા તેની સાથેના વિનિતા એન્ટરપ્રાઇઝ તથા શ્રીરામ એન્ટરપ્રાઇઝના વહીવટ કર્તા અરૂણ શર્મા (રહે.વિશ્વકર્મા ઇન્ડસ્ટ્રીયલ એરીયા રોડ, એસ.બી.આઇ. બેંક સામે, જયપુર-રાજસ્થાન) સામે ફરિયાદ નોંધાવી છે.

Leave A Reply

Your email address will not be published.