Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરાના જાડી અને સેરા ગામ વચ્ચે બાઇક અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી

0 203

પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા

ધાનેરાના જાડી અને સેરા ગામ વચ્ચે બાઇક અને જીપ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. જીપના ચાલકે બાઇક સવાર ઇસમો રોડ પર અથડાવી દેતા ગંભીર ઇજાઓ થતાં બંને બાઇક સવારોના મોત નિપજ્યા હતા. બનાવના પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવો બનતા રહે છે. એક પછી એક લોકો અકસ્માતમાં જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે ધાનેરાના જાડી સેરા ગામ વચ્ચે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. યુવાનો બાઇક લઇને જાડીથી સેરા ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા જીપના ચાલકે બાઇકચાલકોને ટક્કર મારતાં બાઇક સવારો રોડ પર પટકાયા હતા. જેમાં અરવિંદ ઠાકોર અને મહેન્દ્ર ઠાકોરને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

Leave A Reply

Your email address will not be published.