પોપટ લાલ દરજી બૌદ્ધિક ભારત ધાનેરા
ધાનેરા તાલુકાના ગોલા ગામના એક ગ્રામ પંચાયત સદસ્યને બેથી વધુ બાળકો હોવાની તંત્રને જાણ થતાં તેને સભ્ય પદેથી દૂર કરવામાં આવ્યો છે. ગોલા ગ્રામ પંચાયતની તાજેતરની ચૂંટણીમાં શામળાભાઈ હમીરાભાઈ બજગ ગ્રામ પંચાયત સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા અને તેમને વધુ બાળકો હોવાની જાણ વહીવટી તંત્રને કરી ન હતી. પરંતુ ગામના જાગૃત લાસાભાઈ લવજીભાઈ બજગે તાલુકા વિકાસ અધિકારીને રેકોર્ડ પ્રૂફ સાથે ટીડીઓએ ગોલા ગામની શાળામાંથી માહિતી માંગી પાંચાભાઈ શામળાભાઈ બજગ-જન્મ તારીખ 1 જૂન-1995, કિરણભાઈ શામળાભાઈ બજગ-જન્મ તારીખ 25 ઑક્ટોબર-1998, દેસુબેન શામળાભાઈ બજગ-જન્મ તારીખ જન્મતારીખ 30-નવે-2001 જ્યારે આરતીબેન શામળાભાઈ બજગ-જન્મ તારીખ 20-ડિસે-2010 ગોલા પ્રાથમિક શાળા હટાઈ આમ પંચાયત અધિનિયમના જન્મ પ્રમાણપત્ર સાથેનો પુરાવો 4થી ઓગસ્ટ-2005 મુજબ 4થી ઓગસ્ટ-2005 પછી જન્મેલા બાળકની સંખ્યામાં વધારો થયો છે. બે કરતાં વધુ બાળકો ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ શામળાભાઈ હમીરાભાઈ બજગાને સભ્ય પદેથી દૂર કરવાનો આદેશ આર.બી.ધંગરે 4થી મે-2023ના રોજ આપ્યો છે.