Publisher Theme
I’m a gamer, always have been.

ધાનેરા તાલુકામાં આંજણા સમાજના યુવાનોને દાઢી ન રાખવા ફરમાન

0 392

રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા

ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ રવિવારે કોલેજ કેપ્સમાં ભેગા મળી સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા કર્યા હતા. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા. ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે. અને તેમાં પણ કોઇપણ મોત પાછળ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં. જેથી આવા વચનો પાળવા માટે પણ સમાજમાં કડક નિયમ બનાવ્યો હતો અને જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે અને દાઢી રાખનાર સામે સમાજે દંડ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.જ્યારે સમાજના પ્રમુખ રાયમલભાઇ પટેલએ સમાજીક સુધારણા વિષે ચર્ચાઓ કરી હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો આપ્યો હતો. દાઢી રાખનારને 51 હજારનો દંડ ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાન ના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. આ નિર્ણયને સમગ્ર સમાજે પણ આવકાર્યો છે.: રાયમલભાઇ પટેલ સહીત સમાજ ના આગેવાનો હાજીર રહ્યા હતા

Leave A Reply

Your email address will not be published.