ઝેરડામાં એક માસ અગાઉ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડની કરપીણ હત્યા થઈ, હત્યાનું રહસ્ય હજુ સુધી વણઉકલ્યુ
રિપોર્ટર :- પોપટલાલ દરજી બૌદ્ધિક ભારત સમાચાર
વેપારીને બાઈક ઉપર લઈ જતા સીસીટીવી ફૂટેજ મળ્યા છતાં નક્કર પરિણામ નહીં ડીસા તાલુકાના ઝેરડામાં એક માસ અગાઉ જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા આધેડની કરપીણ હત્યા થઈ હતી . તેના હત્યારાઓ સુધી પહોંચવા પોલીસે સઘન તપાસ હાથ ધરી છે . છતાં હજી સુધી રહસ્ય ઉકેલાયું નથી . અત્યાર સુધીમાં વેપારીને બાઈક ઉપર બેસાડી લઈ જતા અજાણ્યા શખ્સના સીસીટીવી કેમેરાના ફૂટેજની કડી મળી છે.પણ પોલીસ નક્કર પરિણામ પર પહોંચી શકી નથી . ડીસા -ધાનેરા હાઈવે ઉપર આવેલ ઝેરડા ગામના અને જમીન ના વ્યવસાય સાથે સંકળાયેલા પરબતભાઈ ડાયાભાઈ ગળસોર ( રબારી )
એકમાસ અગાઉ મોડી રાતે ઝેરડા બસ સ્ટેશન થી પોતાના ઘર ( ખેતર ) તરફ પગપાળા જઈ રહ્યાં હતાં . જે દરમિયાન શાળા નજીક અજાણ્યા શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા મારી ક્રૂરતા પૂર્વક હત્યા કરી ફરાર થઈ ગયા હતા . આ અંગે પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે , આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.જેમાં મરણ જનાર પરબતભાઇ ડાયાભાઈ ગળચર ( દેસાઈ ) ને તા .01 / 03 / 2023 ના આશરે કલાક .19 / 30 વાગ્યે કંસારી બસસ્ટેશન થી જેરડા ધાનેરા તરફ પોતાની મોટર સાયકલ ઉપર બેસાડીને લઈ જનાર ઈસમ ના સીસીટીવી કેમેરા ફૂટેજ મળ્યા છે . આ શખ્સ ઓળખાણમાં આવે તો લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુર બનાસકાંઠાના મો.નં. 9737775535 ઉપર જણાવવુ . દરમિયાન આ હત્યાનો ભેદ ઉકેલી હત્યારાઓને ઝડપી લેવામાં આવે તે માટે ડીસા સહિતના વિસ્તારના દેસાઈ સમાજના અગ્રણીઓએ પોલીસવડા સમક્ષ રજૂઆત પણ કરી હતી .