પોલીસે વાહનચાલકો પાસેથી રૂ . 7000 નો દંડ વસુલ કર્યો, લારી ગલ્લાવાળાઓ દ્વારા દબાણ કરાતાં હટાવવામાં આવ્યા
રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા
પોલીસે વાહનચાલકો પાસેથી રૂ . 7000 નો દંડ વસુલ કર્યો ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં દુકાનદારો , લારી ગલ્લાવાળાઓ તેમજ વાહન ચાલકો દ્વારા દબાણ કરાતાં રસ્તા સાંકડા બની જતાં પાલિકા દ્વારા પોલીસને સાથે રાખી ટ્રાફિક ડ્રાઇવ કરતાં 50 જેટલા વાહનો તેમજ લારીઓ ટ્રેકટરમાં ભરીને પોલીસ મથકે લાવવામાં આવી હતી . શહેરમાં દબાણો મુદ્દે પ્રાંત અધિકારી , ધારાસભ્ય અને પોલીસમાં રજુઆત કરવામાં આવતા પાલિકા દ્વારા પોલીસને સાથે રાખીને સોમવારે સ્પેશિયલ ટ્રાફિક ડ્રાઇવ કરવામાં આવી હતી અને તે ડ્રાઇવ ડીસા રોડ કોટેજ વિસ્તારથી શરૂ કરવામાં આવતા રસ્તા ઉપર પાર્કિંગ કરવામાં આવેલ ટૂ વહીલર વાહનો ઉપાડીને ટ્રોલીમાં ભરી પોલીસ મથકે પહોંચાડવામાં આવ્યા હતા . તેમજ રસ્તામાં અડચણરૂપ લારીઓ પણ પાલિકા દ્વારા ટ્રેકટરમાં ભરાવવામાં આવતા લારીઓવાળા રસ્તા ઉપરથી લારીઓ લઇને ભાગવા લાગ્યા હતા . આ ડ્રાઇવ દરમિયાન પોલીસે 14 વાહનો પોલીસ મથકે લાવી રૂ . 7000 નો હાજર દંડ કર્યો હતો . તેમજ 15 વેપારીઓને કોર્ટની NC આપવામાં આવી હતી . ત્યારે પાલિકા દ્વારા 5 લારી ગલ્લાઓ ઉપાડવામાં આવ્યા હતા તેમજ 30 વેપારીઓને દંડ પણ આપવામાં આવ્યા હતા.પીઆઈ એ.ટી.પટેલે જણાવ્યું કે ટ્રાફિક બાબતે સતત મોનિટરિંગ રહેશ