બાયડ તાલુકાના માનપુર અને ડાભા વચ્ચે આવેલ ખારવામાં બટાકા ભરેલું ટ્રેક્ટર પલટી મારતા 42 વર્ષીય યુવકનું મોત.
રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત ન્યુઝ બાયડ
કપડવંજ તાલુકાના નાનીઝેરના પટેલ અશ્વિનભાઈ રમણભાઈ જેઓ ગઈકાલ તારીખ 1/ 3/ 23 ના રોજ પોતાના ખેતરમાંથી બટાકા પોષણક્ષમ ભાવ મળતા ન હોઈ સ્ટોરેજ સુધી બટાકા પહોંચાડવા ટ્રેકટરમાં ભરી સ્ટોરેજ કરવા જઈ રહ્યા હતા ત્યારે ડાભા અને માનપુર વચ્ચે આવેલ ખારવામાં ટ્રેક્ટર ઢાળ ચડતા રિવેશ થઈ ગયું અને ટ્રેક્ટર પલટી જતા 42 વર્ષીય પટેલ અશ્વિનભાઈ ટ્રેક્ટર નીચે આવી જતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સ્થાનિક લોકોએ 108 મારફત વાત્રક હોસ્પિટલ ખાતે રવાના કર્યા હતા પરંતુ તેઓ હોસ્પિટલ ખાતે મૃત્યુ પામ્યા હતા અશ્વિનભાઈ, પટેલ રમણભાઈ દાજીભાઈ નાની ઝેરના એકના એક દીકરા હોઈ આ ઘટનાને લઈને ખેડૂત આલમ તેમજ તેમના ગામ નાની ઝેરમાં શોક નું મોજુ ફરી વળ્યું છે.

