રિપોર્ટર – પોપટલાલ દરજી ધાનેરા
ડીસાના સોડાપુર ગામના ભાઇ-બહેન તેમજ બહેનના નાના બાળકો ધાનેરાના વાછડાલમાં મામાના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા. મામાના ઘરેથી પરત ગુરુવારે સવારના 11-00 વાગ્યાના સમયે સોડાપુર ગામે જઇ રહ્યા હતા. ત્યારે વાછડાલ પાસે બાઇક સ્લીપ ખાતા રોડ ઉપરની સાઈડથી ખેતરમાં બાઈક ફંગોળાયું હતું. જેમાં બાઈક પર બેઠેલ ચાર વર્ષીય પ્રિયાંશી શંકરભાઈ પ્રજાપતિને માથાના ભાગે ગંભીર થઈ હતી. જેમાં 108 ને ફોન કરતા તાત્કાલિક ઘટના સ્થળે આવી પ્રિયાંશીને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. જ્યારે બાળકીની હાલત ગંભીર જણાતા તેને ડીસા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. બાળકીના માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેનું બે દિવસ સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યું હતું. દોઢ વર્ષના ભાઈએ બહેનને ગુમાવી હતી.
