રિપોર્ટર દિનેશ પટેલ બૌદ્ધિક ભારત બાયડ
ગઈ તારીખ 17/2/ 23 ના રોજ બાયડ સ્વામીનારાયણ સોસાયટીમાં ધોરા દિવસે ચોરી થયા બાબતે બાયડ પોલીસ દ્વારા. ઈ. પી. કો કલમ 454 અને 380 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે અનન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે દેસાઈ સાહેબ તથા બાયડના પોલીસ સ્ટાફ સાથે રાખી બાયડ ટાઉન વિસ્તારમાં અંગત બાતમીદારની માહિતીના આધારે તપાસ કરતા ગુનામાં સંડોવાયેલ એક શંકાસ્પદ ઈસમ બાયડ ના ટાઉન વિસ્તારના રેલવે ફાટક પાસે મળી આવતા ગુના બાબતે પૂછપરછ કરતા સંતોષકારક જવાબ આપેલ નહીં તેનું નામ પૂછતા કૌશિકકુમાર બાબુલાલ વણકર રહેવાસી ચોઈલા ઉંમર વર્ષ 31 હોવાનું જણાવ્યું હતું

સદર ઈસમની અંગજડતી કરતા તેના ખિસ્સામાંથી રૂપિયા 9,600 રોકડા તેમજ એક ચાંદીનો જુડો મળી આવેલ આ બાબતે પૂછતા ઇસમે બપોરના સમયે સ્વામિનારાયણ સોસાયટીમાં ચોરી કર્યાનું કબુલ કર્યું હતું તેથી તેની અટકાયત કરી કુલ રૂપિયા 11,600 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલ છે આમ બાયડ પોલીસને ચોરીનો ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે ગુનાની તપાસ બાયડ પોલીસ સ્ટેશનના શ્રી સબ ઇન્સ્પેક્ટર શ્રી એસ.કે દેસાઈ, સાહેબ હેડ કોસ્ટેબલ કનુસિંહ ગલસીહ, હેડ કોન્સ્ટેબલ નીરવકુમાર અમૃતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સંદીપકુમાર નટવરભાઈ, પોલીસ કોન્સ્ટેબલ અજય કુમાર વિનુભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેશકુમાર નટવરભાઈ કરી રહ્યા હતા